ઇતિહાસ -
બ્રિટિશ શાસન દરમિયાન જાફરાબાદ સિદીઓ વડે શાસિત રજવાડું હતું. ઇ.સ. ૧૭૫૯થી તે જંજીરા રજવાડા સાથે ભેળવી દેવાયું હતું.
વસ્તી -
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૨] જાફરાબાદની વસ્તી ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૬.૫૮% હતો. વસતીની ૧૨.૪૨% સંખ્યા ૬ વર્ષથી નીચેની વય ધરાવતી હતી.
અર્થતંત્ર -
જાફરાબાદ ખાતે મીઠાના અગરો
જાફરાબાદમાં દરિયાકાંઠે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી
જાફરાબાદ દરિયાકાંઠે આવેલું નગર છે, જેથી મોટાભાગની વસ્તી માછીમારી પર નભે છે. અમુક લોકો દરિયાકાંઠે આવેલ મીઠાના અગરોમાં કામ કરે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની ઉપકંપની નર્મદા સિમેન્ટ વર્કસ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે.
શૈક્ષણિક માહિતી -
આ સંકુલમાં જુદી-જુદી સ્કુલો, જુદી-જુદી કોલેજો જેવી કે, બી.એડ., એમ.બી.એ, આર્ટસ એન્ડ સાયન્સ, હોમ સાયન્સ, કોમર્સ વિગેરે કોલેજો તેમજ આઈ.ટી.આઈ. આવેલ છે.
સરકારી કચેરીઓ :-
જાફરાબાદ નગરમાં નીચે મુજબની કચેરીઓ આવેલી છે
હોસ્પીટલો :-
સામુહિક આરોગ્ય કેન્દ તથા ખાનગી હોસ્પીટલો આવેલ છે.